આજનું હવામાન : ગુજરાતીયો કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ગુબાલી ઠંડીની શરુઆત થઈ ચુકી છે. ત્યારે હવે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે. તો કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ શકે છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ગુબાલી ઠંડીની શરુઆત થઈ ચુકી છે. ત્યારે હવે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે. તો કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ શકે છે. રાત્રીના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. તેમજ રાજ્યમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જો કે મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી રહે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ ગુજરાતમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી. જેના કારણે આગામી 7 દિવસ કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધધટ જોવા મળી શકે છે. આ ઉપરાંત પવનોની દિશા બદલાતી હોવાથી ઠંડી-ગરમીનો અહેસાસ થાય તેવી પણ સંભાવના છે.
