આજનું હવામાન : ગુજરાતીઓ સ્વેટર કાઢીને તૈયાર રાખજો, અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતીઓ સ્વેટર કાઢીને તૈયાર રાખજો, અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી, જુઓ Video

| Updated on: Dec 12, 2025 | 8:06 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. ઠંડીનો પારો ધીરે ધીરે ગગડી શકે છે. આગાહી મુજબ ઠંડીની શરૂઆત તો થઇ ગઇ છે. પરંતુ આગામી 5 દિવસ સુધી કડકડતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. ઠંડીનો પારો ધીરે ધીરે ગગડી શકે છે. આગાહી મુજબ ઠંડીની શરૂઆત તો થઇ ગઇ છે. પરંતુ આગામી 5 દિવસ સુધી કડકડતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.

છેલ્લા થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી છે. પવન 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.જ્યારે અમુક વિસ્તારોમાં તેની ઝડપ 25 કિ.મી. પ્રતિ કલાક સુધીની રહી છે. ત્યારે 15 ડિસેમ્બર સુધીમાં પહેલા પવનની ગતિ થોડી વધીને ફરીથી પવનની ગતિ સામાન્ય થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચો જઇ શકે છે.

જો કે આગામી 5 દિવસ બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે બપોરના સમયે સામાન્ય વાતાવરણ છે પણ સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો