આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ જગ્યાએ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં પડી રહી છે. આ સાથે જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ જગ્યાએ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં પડી રહી છે. આ સાથે જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડા પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધીમાં પારો હજુ પણ ગગડે તેવી શક્યતા છે.
છેલ્લા થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી છે. પવન 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.જ્યારે અમુક વિસ્તારોમાં તેની ઝડપ 25 કિ.મી. પ્રતિ કલાક સુધીની રહી છે. ત્યારે 15 ડિસેમ્બર સુધીમાં પહેલા પવનની ગતિ થોડી વધીને ફરીથી પવનની ગતિ સામાન્ય થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચો જઇ શકે છે.
જો કે આગામી 5 દિવસ બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે બપોરના સમયે સામાન્ય વાતાવરણ છે પણ સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો શકે છે.
