Breaking News : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો, જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ
જતા જતા ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પવનની ગતિમાં વધારો થયો છે અને તેના કારણે ઠંડીનો અહેસાસ વધ્યો છે.
જતા જતા ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પવનની ગતિમાં વધારો થયો છે અને તેના કારણે ઠંડીનો અહેસાસ વધ્યો છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યના અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં સરેરાશ 3 થી 5 ડિગ્રીનો ફેરફાર નોંધાયો છે.
વિવિધ શહેરોમાં તાપમાન
રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન કચ્છના નલિયા ખાતે 13.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ઠંડીની તીવ્રતા દર્શાવે છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી, ગાંધીનગરમાં 18.4 ડિગ્રી અને ડીસામાં 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. કચ્છના ભુજમાં 15.8 ડિગ્રી, પોરબંદરમાં 16.3 ડિગ્રી તેમજ રાજકોટમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધી ગયો છે.
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં પવનની ગતિ યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનો પ્રભાવ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વહેલી સવાર અને મોડી રાત્રે લોકોમાં ઠંડીથી બચવા માટે ગરમ કપડાંનો સહારો લેવાનો વારો આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો ફરી એકવાર શિયાળાની અનુભૂતિ કરી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો