ગુજરાતના CNG ડીલર્સ આજે નોંધાવશે વિરોધ, ડીલર માર્જિન વધારાની માંગ
સીએનજી ડીલર માર્જિનમાં ગત પહેલી જુલાઈ 2019ના રોજ 80 પૈસાનો વધારો કરવાનું નક્કી કરાયું હતું.. પરંતુ ત્યારબાદ આ મુદ્દો જ ધ્યાનમાં નથી લેવાયો.. જેના કારણે સીએનજી પંપ માલિકોએ આજે બપોરે 1થી 3 વાગ્યા સુધી હડતાળનો નિર્ણય લીધો છે.
ગુજરાતના(Gujarat) 1200 સીએનજી ડીલર્સ(CNG Dealers) આજે વિરોધ નોંધાવશે. જેમાં 30 મહિના બાદ પણ ડીલર માર્જિનમાં(Margin) વધારો ન થતા બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી પંપ બંધ રહેશે.. સીએનજી ડીલર માર્જિનમાં ગત પહેલી જુલાઈ 2019ના રોજ 80 પૈસાનો વધારો કરવાનું નક્કી કરાયું હતું.. પરંતુ ત્યારબાદ આ મુદ્દો જ ધ્યાનમાં નથી લેવાયો.. જેના કારણે સીએનજી પંપ માલિકોએ આજે બપોરે 1થી 3 વાગ્યા સુધી હડતાળનો નિર્ણય લીધો છે..ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું કે- સીએનજી ડીલર્સની સીએનજી ગેસનું માર્જિન 1.70 રૂપિયામાંથી 2.50 રૂપિયા કરવાની માંગ છે.
આ દરમિયાન ઓઇલ કંપનીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કમિશન માર્જિન વધારી આપવામાં આવશે. આ ખાતરી મળ્યા બાદ ઓઇલ કંપનીઓ પોતાનું વચન ભૂલી ગઈ હતી અને આ જ દિવસે સુધી આ કમિશન વધારી આપવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી આથી અંતે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા આવતીકાલે સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે 3 વર્ષ થઇ ગયા છતાં અમારા ડીલર માર્જિનમાં કોઈ વધારો થયેલ નથી. આ બાબતે અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરેલ છે. જેનું નિરાકરણ નહીં આવતા 17 ફેબ્રુઆરીને ગુરુવારે ગુજરાતના તમામ 1200 સીએનજી પમ્પ બપોરે 1 થી 3 વાગ્યા સુધી સીએનજીનું વેચાણ બંધ રાખશે. અમારા ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે. અમે આ અંગેની જાણ ત્રણેય ઓઇલ કંપનીને કરી આપેલ છે.
આ પણ વાંચો : જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે, કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં ભડકો, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું