સુરતના જ્વેલર્સે ચાંદીમાંથી બનાવેલી રામ મંદિરની પ્રતિકૃતિ CM યોગીએ PM મોદીને ભેટ આપી, જુઓ વીડિયો

સુરતના જ્વેલર્સે ચાંદીમાંથી બનાવેલી રામ મંદિરની પ્રતિકૃતિ CM યોગીએ PM મોદીને ભેટ આપી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 23, 2024 | 9:43 AM

સુરત : વર્ષોથી રાહ અને અનેક બલિદાન બાદ અયોધ્યાના મંદિરમાં રામલલા બિરાજમાન થયા છે. પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી છે.ચાંદીમાંથી નિર્મિત આ મંદિરની પ્રતિકૃતિ સુરતમાં તૈયાર કરવામાં આવી હતી.

ચાંદીમાંથી બનાવેલી રામમંદિરની પ્રતિકૃતિ ચાંદીકામ અને હસ્તકલાની સમન્વયનો અદભૂત નમૂનો છે કારણ કે આ મંદિરની પ્રતિકૃતિ હાથથી જ બનાવવામાં આવી છે. 3 મહિનાની મહેનત બાદ મંદિરની પ્રતિકૃતિ તૈયાર થઈ હતી. આ મંદિર બનાવવામાં આશરે 3 કિલો જેટલી ચાંદીનો ઉપયોગ કરાયો છે. મંદિરની પ્રતિકૃતિ બનાવનાર સુરતના આર્ટિસ્ટે રાજીપો વ્યક્ત કર્યા કહ્યું કે મહેનત અને આસ્થાના સમન્વયથી અમે પ્રતિકૃતિ તૈયાર કરી હતી. પ્રતિકૃતિના નિર્માણ વખતે રામમંદિરની નાનામાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો