AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા, જુઓ Video

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 10:09 AM
Share

ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેમને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ પણ અનુજ પટેલના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેમને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે એક પછી એક ભાજપના આગેવાનો મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં મુખ્યમંત્રીના દીકરાના હાલ ચાલ જાણવા જઇ રહ્યા છે. તેવામાં  મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ પણ અનુજ પટેલના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. એકનાથ શિંદેએ હિન્દુજા હોસ્પિટલ પહોંચી અનુજના સ્વાસ્થ્યની જાણકારી મેળવી છે.

આ પણ વાંચો : Maharashtra ATSએ દરોડો પાડ્યો, ધરપકડથી બચવા યુવકે 5મા માળેથી કૂદકો માર્યો, થયું મૃત્યુ

CMએ શુભચિંતકોને મુંબઇ ન આવવા કરી અપીલ

બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અનુજ પટેલની સારવાર ચાલી રહી છે. તેવામાં અનુજ પટેલ સર્જરી બાદ હિન્દુજા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ તો અનુજ પટેલની તબિયત સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને જીતુ વાઘાણીએ પણ તેમની મુલાકાત લીધી હતી. જો કે બીજી તરફ મુખ્યમંત્રીએ તમામ નેતાઓ, મિત્ર વર્તુળ તેમજ શુભચિંતકોને અપીલ કરી છે કે અનુજની તબિયત પૂછવા માટે તેઓ મુંબઈ ન આવે. અન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">