મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ની રહેણી કરણી પહેલેથી સામાન્ય માણસ અને એક પાયાના કાર્યકર્તાની છે. આજે તેઓ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યાથના મુખ્યપ્રધાન તરીકેના શપથ સમારોહમાં હાજર રહેવાના છે. જો કે તેમણે તે પહેલા આજે વડોદરા (Vadodara)માં સરપ્રાઇઝ વીઝીટ (Surprise visit) કરી હતી. વડોદરામાં ઝુપડપટ્ટી વિસ્તારમાં લોકોની ઓચિંતી મુલાકાત કરી હતી. તેઓ વડોદરામાં એકતાનગરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચીને લોકોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી અને તેમના પ્રશ્નોને સાંભળ્યા હતા. તેઓ કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે અંગેની વિગતો મુખ્યપ્રધાને પોતે ત્યાંથી મેળવી હતી.
મુખ્યપ્રધાનની આ મુલાકાતની મહત્વની વાત એ છે કે મુલાકાત અંગે પહેલેથી ન તો ત્યાંના કોઇ સ્થાનિક તંત્રને જાણ હતી. ન તો ત્યાંના ધારાસભ્ય કે ન તો ત્યાંના કોઇ પ્રતિનીધિને આ અંગે જાણ હતી. જેના કારણે આ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો મુખ્યપ્રધાનને અંદાજ આવી શકે. તો આ મુલાકાત દરમિયાન અનેક મહત્વના મુદ્દા મુખ્યપ્રધાન સમક્ષ આવ્યા હોવાની વાત જાણવા મળી છે.
તો એકતાનગરની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના સુખલીપુર ગામે પહોંચ્યા હતા અને ગામની ગામમાં આંગણવાડીની મુલાકાત લીધી. આ મુલાકાત બાદ મુખ્યપ્રધાન વડોદરાથી લખનઉ જવા રવાના થયા હતા.
આ પણ વાંચો-
આ પણ વાંચો-