Gandhinagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પંચનાથ મહાદેવ મંદિર અને ત્રિમંદિરમાં દર્શન કરી નવા વર્ષની કરી શરુઆત, નાગરિકોને પાઠવી નવા વર્ષની શુભેચ્છા

Gandhinagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પંચનાથ મહાદેવ મંદિર અને ત્રિમંદિરમાં દર્શન કરી નવા વર્ષની કરી શરુઆત, નાગરિકોને પાઠવી નવા વર્ષની શુભેચ્છા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 8:09 AM

તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ગુજરાતના સૌ નાગરિકોને દીપાવલી પર્વ અને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે.

આજથી નૂતન વર્ષ વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. નવા વર્ષને (New Year) આવકારવા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ નૂતન વર્ષની શરુઆત ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા પંચનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરીને કરી છે. મુખ્યમંત્રી નવા વર્ષની શરુઆત પંચનાથ મહાદેવના દર્શન કરીને કરતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પણ પંચનાથ મહાદેવમાં શીષ ઝુકાવી નવા વર્ષની શરુઆત કરી છે. મુખ્યમંત્રી નવા વર્ષમાં એટલે કે આજે અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તો તેઓ આજે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન અને પૂજા માટે પણ જશે.

મુખ્યમંત્રી મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સવારે નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. તો સવારે સાડા દસ પછી અમદાવાદમાં શાહીબાગ ખાતેના એનેક્ષી સર્કિટ હાઉસમાંનાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી દસ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ, ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને દીપાવલી પર્વ અને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ ઊજાસનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ઉન્નતિનું પર્વ બને તેવી પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ ઊજાસનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ઉન્નતિનું પર્વ બને તેવી પ્રાર્થના કરી છે. તેમણે વિક્રમ સંવતનાં નૂતન વર્ષમાં સાથે મળી ગુજરાતની અવિરત વિકાસયાત્રાને નવી ઊંચાઈ પર લઈ જવાનો સંકલ્પ કરવા સૌને આહ્વાન કર્યુ છે. મુખ્યમંત્રીએ સામુહિક શક્તિ, ક્ષમતા, સામર્થ્યથી આત્મનિર્ભર ગુજરાત થકી “આત્મનિર્ભર ભારત, વિશ્વગુરુ ભારત”ની વડાપ્રધાનની નેમ નૂતનવર્ષે સાકાર કરવા સૌને અપીલ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">