Monsoon 2023: કચ્છ, જામનગર, જૂનાગઢ, નવસારી જિલ્લામાં તંત્રની મદદ માટે મોકલાઈ NDRF ની ટીમ, જુઓ Video

|

Jul 01, 2023 | 11:12 AM

અમદાવાદ સહીત રાજ્યના વિવિધ શહેરો, વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્થિતિની સમીક્ષા કરવા પહોચ્યા હતા. જ્યા ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદને લઈને સર્જાયેલ રાજયની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી છે.

Gandhinagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મોડી રાત્રે મુલાકાત લીધી. ખાસ કરીને જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે તેની વિગતવાર માહિતી તેમણે મેળવી હતી.

આ દરમ્યાન મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી.

ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આવતી કાલે રાજ્યમાં વરસાદ નું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચનો કર્યા. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતર ની જરૂરિયાત વગેરે ની પણ માહિતી લીધી હતી.

કચ્છ જિલ્લાના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીકનો ડેમ ઓવરફલો થવાની સ્થિતિમાં માર્ગો પર પાણી ભરાવા ને કારણે વાહન વ્યવહાર કે જનજીવન ને અસર ના પડે તે માટે પણ મુખ્ય મંત્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.

આ પણ વાંચો : વીમા પોલિસીના નામે પડાવ્યા લાખો રૂપિયા, પછી પોલીસે કર્યું એવું કે જોવા જેવી થઈ, જાણો ઘટના

કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એન ડી આર એફ ની ટીમો એમ કુલ 4 ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસ ડી આર એફ ની બે ટીમ જૂનાગઢ અને જામનગર માં મોકલી દેવાઈ છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાત માં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે તેની વિગતો બેઠકમાં આપી હતી.

(with input : Kinjal Mishra)

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:16 pm, Fri, 30 June 23

Next Video