Gujarat Sthapana Day : વિશ્વ આખું આજે ગુજરાત તરફ આકર્ષાયું છે ! ગુજરાત સ્થાપના દિવસ પર CM ભૂપેન્દ્ર પટેલે શુભકામનાઓ આપી, જુઓ Video

Gujarat Sthapana Day : વિશ્વ આખું આજે ગુજરાત તરફ આકર્ષાયું છે ! ગુજરાત સ્થાપના દિવસ પર CM ભૂપેન્દ્ર પટેલે શુભકામનાઓ આપી, જુઓ Video

| Edited By: | Updated on: May 01, 2025 | 12:24 PM

આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંબોધન કર્યું છે. આઝાદીના સંગ્રામનાં શૌર્યભર્યા ઈતિહાસની ભૂમિ એટલે ગુજરાતને જણાવી છે. ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે.

વિશ્વ આખું આજે ગુજરાત તરફ આકર્ષાયુ હોવાનું CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે. એક દાયકા પછી ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ ઉજવીશું. 2025 થી 2035 સુધીનો દાયકો ઉત્કર્ષ ગુજરાત તરીકે ઉજવાશે.

ગુજરાત ગૌરવગાથા હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતનો નિર્ધાર છે. રાષ્ટ્રહીતનો ભાવ જન જનના હ્રદયમાં જગાડવાનો છે. આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય છે. દેશમાં વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારુ પહેલું રાજ્ય ગુજરાત હોવાની પણ વાત કરી છે.

ગિફ્ટ સીટીમાં AI સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થપાયું છે. રાજ્યનાં સર્વાંગી વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવાનું આયોજન કર્યું છે. પર્યાવરણને અનુકુળ વિકાસ આપણું લક્ષ્ય હોવાનું જણાવ્યું છે. મહાનગરોમાં અર્બન ફોરેસ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરોમાં અર્બન ફોરેસ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 01, 2025 12:24 PM