VIDEO : રાજકોટના મોરબી રોડ પર ફટાકડા ફોડવા મુદ્દે થઈ મારામારી, 4 લોકો થયા ઈજાગ્રસ્ત
ઉશ્કેરાયેલા તોફાની તત્વોએ છરી વડે હુમલો કરતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. હાલ પોલીસે (Rajkot police) 2 શખ્સોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
દેશભરમાં દિવાળીના (Diwali) તહેવારની ભવ્ય ઉજવણી થઇ રહી છે, ત્યારે રંગીલા રાજકોટમાં (Rajkot) પણ લોકો રંગેચંગે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. લોકો ભેગા થઇને અવનવા ફટાકડા (Crackers) ફોડી ઉજવણી કરી રહ્યા છે. નાના-મોટા બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો ભેગા થઇને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે કેટલાક અમસામાજીક ત્તવોનો આતંક પણ સામે આવ્યો છે. રાજકોટના મોરબી રોડ પર ફટાકડા ફોડવા મુદ્દે મારામારીની ઘટના સામે આવી છે. શાબ્દિક બોલાચાલી બાદ બે જુથ વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. છરી વડે કરવામાં આવેલા હુમલામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. હાલ પોલીસે (Rajkot police) 2 શખ્સોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં પથ્થરમારો
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી મુસ્લિમ હોસ્પિટલ નજીક જૂથ અથડામણની ઘટના સામે આવી છે.મોડી રાત્રે ફટાકડા ફોડવાની બાબતમાં તકરાર થતાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો (Stone Pelting) શરૂ કરી દીધો હતો. જોત જોતામાં સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે તોફાની તત્વોના ટોળાએ દુકાનો અને વાહનોમાં આગચંપી કરી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દરમિયાન એક પેટ્રોલ બૉમ્બથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ હવે તોફાની તત્વોને શોધવા માટે CCTV ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
