
વડોદરામાં નવાપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કર્યા બાદ થયેલા પથ્થરમારાનો કેસમાં અત્યાર સુધીમાં 34 આરોપીને જેલ હવાલે કરી દીધા છે.
નવાપુરા પોલીસે પથ્થરમારો કરનાર વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. વડોદરાના પાદરામાં રહેતા શાહીદ પટેલે ભગવાન શ્રી રામ પર અભદ્ર ટિપ્પણી કર્યા બાદ અરાજકતા ફેલાઈ હતી અને રાત્રે બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. જે પછી નવાપુરા પોલીસે 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.
Clash over objectional religious comment case , 5 arrested | #Vadodara . #Gujarat pic.twitter.com/Aiy6zNVMvL
— Tv9 Gujarati (@tv9gujarati) March 1, 2024
ઘટના કઇક એવી છે કે પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી કરી હતી પોસ્ટ કરી હતી. જે પછી પાદરાના સહિદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પોલીસ સ્ટેશને પહોંચતા તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા. અભદ્ર ટિપ્પણી કરનાર યુવક્ની ધરપકડની માગ કરતા લોકો પર પથ્થરમારો થયો હતો. વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ધસી આવેલ ટોળાએ પથ્થમારો કર્યો હતો.
આ પણ વાંચો- સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા લેવાયો મોટો નિર્ણય, 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે, જુઓ Video
સમગ્ર ઘટનાની જાણ થતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.જે પછી ટોળા સામે ગુનો નોંધ્યો છે.
Published On - 11:33 am, Fri, 1 March 24