Rajkot : સિટી બસમાં ટિકિટ કાપતી વખતે અચાનક મહિલા કન્ડક્ટરની તબિયત લથડી, જુઓ VIDEO
મહિલા કંડક્ટર જ્યારે ટિકિટ કાપી રહી હતી, ત્યારે જ તે અચાનક બેભાન થઈ ગયા. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા કંડક્ટરની સારવાર કરવામાં આવી રહી છે.
રાજકોટમાં સિટી બસમાં મહિલા કન્ડક્ટરની તબિયત લથડી. જેથી સિટીબસને સીધી જ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, મહિલા કંડક્ટર જ્યારે ટિકિટ કાપી રહી હતી, ત્યારે જ તે અચાનક બેભાન થઈ ગયા. હાલ સિવિલ હોસ્પિટલમાં મહિલા કંડક્ટરની સારવાર કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ઘંટેશ્વર એસ આર પી કેમ્પથી કોઠારીયા ચોકડીની બસમાં આ ઘટના બની હતી. પ્રાથમિક જાણકારી અનુસાર મહિલાનુ બ્લડ પ્રેશર ઘટવાના કારણે તબિયત લથડી હતી.
મહિલાનુ બ્લડ પ્રેશર ઘટવાના કારણે તબિયત લથડી
તો આ તરફ રાજકોટ શહેરમાં હૃદયરોગથી થતા મોતનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં યુવાન વયે રમતાં રમતાં ત્રણ યુવાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. ડીસામા રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા. વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા.