Rajkot : ધોરાજીમાં કોલેરાનો કહેર ! પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જુઓ Video

Rajkot : ધોરાજીમાં કોલેરાનો કહેર ! પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જુઓ Video

| Edited By: | Updated on: Nov 16, 2025 | 10:17 AM

રાજકોટમાં ફરી એક વાર કોલેરાના કહેર જોવા મળ્યો છે. રાજકોટના ધોરાજીના પાંચપીર વાળી વિસ્તાર કોલેરાના ભરડામાં આવ્યો છે. પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30થી વધુ કેસ નોંધાયા છે.

રાજકોટમાં ફરી એક વાર કોલેરાના કહેર જોવા મળ્યો છે. રાજકોટના ધોરાજીના પાંચપીર વાળી વિસ્તાર કોલેરાના ભરડામાં આવ્યો છે. પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30થી વધુ કેસ નોંધાયા છે. રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ જોવા મળી છે. આ વિસ્તારમાંથી 30 થી વધુ કોલેરાના કેસ નોંધાતા સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ તંત્રએ 2 કિમી વિસ્તારમાં ઠંડા પીણા અને કુલ્ફીના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.

ધોરાજીમાં કાલેરાનો કહેર !

ઉલ્લેખનીય છે કે રાજકોટના ધોરાજીમાં પાંચ પીરવાડી વિસ્તરામાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દુષિત પાણી ભળી જતાં સમગ્ર વિસ્તાર કોલેરાના ભરડામાં આવ્યો છે. 3 દિવસમાં જાડા-ઊલટીના 30થી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. મહિલાઓ બાળકો સહિત અનેક લોકો સારવાર હેઠળ છે.

ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકએ જણાવ્યુ છે કે હાલ સિવિલ હોસ્પિટલમાં જાડા ઊલટીના કેસ નોંધાયા છે. ધોરાજીના પાંચ પીર વાળી વિસ્તારમાં કુલ 30 જેટલા કેસ નોંધાયા છે. જેમાં થી 15 જેટલા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેમજ અન્ય દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો