અમદાવાદ(Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન 15થી 18 વર્ષના કિશોરોને રસી(Children Vaccine) આપવાની શરૂઆત કરવામાં આવી છે.શહેરના ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેથી રસીકરણનો(Vaccination) પ્રારંભ કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હસ્તે રસીકરણની શરૂઆત કરવામાં આવી.
કિશોરોને કોરોનાથી રક્ષણ મળે તે માટે દરરોજ AMCની 150થી વધુ ટીમો 80 શાળાઓમાં 30 હજાર કિશોરોને વૅક્સિન અપાશે.7 દિવસમાં 700 શાળાઓના 2 લાખ કિશોરોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.એટલું જ નહીં 80 અર્બન હેલ્થ સેન્ટરો ખાતે પણ 15થી 18 વર્ષના કિશોરો વૅક્સિન લઈ શકશે.અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કિશોરોના વૅક્સિનેશન માટે અલગ ટીમ મુકવામાં આવી છે.
અમદાવાદના તંત્ર દ્વારા જિલ્લાની એમ.પી.પંડ્યા હાઈસ્કૂલમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 436 જેટલા રજિસ્ટર વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે… જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં પણ રસી અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં કિશોરોના રસીકરણ અભિયાન માટે શહેરમાં 150થી વધુ ટીમો કામે લગાવાઇ છે.ત્યારે શહેરના દક્ષિણ ઝોનમાં 35 સ્થળે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.દક્ષિણ ઝોનમાં અંદાજે 50 હજાર બાળકોને રસી આપવામાં આવશે.ત્યારે બાળકોને રસી લીધા બાદ કોઇ આડઅસર ન થાય તેનું પણ ધ્યાન અપાઇ રહ્યું છે.રસીકરણ પ્રક્રિયા શરૂ થતા જ શાળા સંચાલકો સહિત વાલી અને બાળકોને રાહત મળી રહી છે.
આ પણ વાંચો : લીકર ટેસ્ટની ફરિયાદ મુદ્દે ઇસુદાન ગઢવી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હાજર થયા
આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના કેસને લઈ સિવિલમાં મહત્વની બેઠક, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે
Published On - 5:07 pm, Mon, 3 January 22