AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લીકર ટેસ્ટની ફરિયાદ મુદ્દે ઇસુદાન ગઢવી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હાજર થયા

લીકર ટેસ્ટની ફરિયાદ મુદ્દે ઇસુદાન ગઢવી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હાજર થયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 4:36 PM
Share

આપ નેતા ઈસુદાન ગઢવી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હાજર થયા છે. તેમની સાથે તેમના વકીલ પણ છે.

ગુજરાતમાં(Gujarat) પેપર લીક(Paper Leak)કાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા ગયેલા આપ નેતા (AAP)ઇસુદાન ગઢવીનો (Isudan Gadhvi) લિકર ટેસ્ટ (Liquor test)પોઝિટીવ આવ્યો હતો. જેના પગલે પત્રકાર પોતે દારૂ ન પીધો હોવાનો પત્રકાર પરિષદમાં દાવો કર્યા બાદ ઈસુદાન ગઢવી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હાજર થયા છે. તેમની સાથે તેમના વકીલ પણ છે.

ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશનમાં હાજર થયા

આ સમગ્ર પ્રકરણમાં ભાજપના મહિલા નેતાએ આપના વિરોધ પ્રદર્શન દરમ્યાન આપ નેતા ઇસુદાન ગઢવીએ દારૂ પીધો હોવાની ફરિયાદ કરી હતી. જેની બાદ પોલીસે સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો હતો. જો કે પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના પલગે પોલીસે તેમના બ્લડ સેમ્પલના તપાસ એફએસએલ મારફતે કરાવી હતી. જેમાં લીકર ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના પલગે તેમની વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વધુ એક એફઆઇઆર નોંધવામાં આવશે. જેના  પગલે તેવો પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.

ઉલ્લેખનીય છે આપ નેતા ઇસુદાન ગઢવી અને બીજા અન્ય કાર્યકરોને અદાલતે 11 દિવસ બાદ જામીન મંજૂર કર્યા છે.

હું માતાજીના સમ ખાઇને કહું છું કે મેં દારુ પીધો નથી

આ ઉપરાંત આ પૂર્વે ઇસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, “હું માતાજીના સમ ખાઇને કહું છું કે મેં દારુ પીધો નથી.” આપ નેતા ઇસુદાન ગઢવીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ” મેં જિંદગીમાં કયારેય દારુ પીધો નથી, વિરોધ કરવો વિરોધ પક્ષનું કામ છે, વિરોધ કરવા જતા વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે. ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના કેસને લઈ સિવિલમાં મહત્વની બેઠક, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે

આ પણ વાંચો :  Surat : કોવિડ ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન, માસ્ક વગર ડીજેના તાલે ઝુમ્યા યુવાનો

Published on: Jan 03, 2022 04:35 PM
g clip-path="url(#clip0_868_265)">