Ahmedabad : કોરોનાના કેસને લઈ સિવિલમાં મહત્વની બેઠક, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. જેમાં અમદાવાદમાં રવિવારે પણ કોરોનાના નવા 396 કેસ નોંધાયા છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશને વધુ 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂક્યા છે.
દેશ સહિત ગુજરાતમાં પણ દિવસે દિવસે કોરોનાનો (Corona) ગ્રાફ ઉંચે જઇ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) કોરોના હોટસ્પોટ બન્યું છે. ત્યારે વધતા કોરોનાના કેસને લઇ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. અને કોરોનાના કેસને વધતા અટકાવવા માટે બેઠકોનો દોર પણ શરૂ થયો છે. ત્યારે વધતા કોરોનાના કેસને લઈ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેના અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠક મળી હતી. જેમાં કોરોના (Corona) વધી રહેલા કેસ અને તૈયારીઓને લઇ સમીક્ષા કરવામાં આવી હતી.
સાથે સાથે જો વધુ કેસ નોંધાય તો કયા પ્રકારની વ્યવસ્થા કરી શકાય તે અંગે પણ ચર્ચા કરાઇ હતી. તો નર્સિંગ સ્ટાફ (Nurse) તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે. સિવિલ હોસ્પિટલમાં તમામ નિયુક્ત સ્ટાફને વિશેષ તાલીમ અપાશે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરમાં પડેલી મુશ્કેલીઓ આ વખતે ન પડે તે અંગે પણ સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. જેમાં અમદાવાદમાં રવિવારે પણ કોરોનાના નવા 396 કેસ નોંધાયા છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશને વધુ 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ અને સોલાના 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે.
રવિવારે 32 ઘરોના 129 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા
તેમજ પશ્ચિમ ઝોન આંબાવાડીના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે. મધ્ય ઝોનના શાહીબાગના એક વિસ્તારને પણ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે. રવિવારે 32 ઘરોના 129 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે.
આ પણ વાંચો : NPK ખાતરના ભાવમાં 250 રૂપિયાનો વધારો, ખેડૂતો ચિંતામાં મુકાયા
આ પણ વાંચો : Surat : કોવિડ ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન, માસ્ક વગર ડીજેના તાલે ઝુમ્યા યુવાનો
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
