નવસારી વિજલપોર પાલિકાની 18 શાળાઓમાં બાળકો પુસ્તક વગર ભણવા મજબૂર, જુઓ વીડિયો

|

Jun 16, 2024 | 9:12 AM

નવસારી : ભણશે ગુજરાત અને સર્વ શિક્ષા અભિયાન જેવા અલગ અલગ સ્લોગનો તમને મોઢે થઈ ગયા હશે કારણકે એટલો બધો પ્રચાર કરવામાં આવ્યો છે પણ હકીકત એ છે કે નવસારીમાં તો વિદ્યાર્થીઓ પાસે પાઠ્ય પુસ્તકો જ નથી.

નવસારી : ભણશે ગુજરાત અને સર્વ શિક્ષા અભિયાન જેવા અલગ અલગ સ્લોગનો તમને મોઢે થઈ ગયા હશે કારણકે એટલો બધો પ્રચાર કરવામાં આવ્યો છે પણ હકીકત એ છે કે નવસારીમાં તો વિદ્યાર્થીઓ પાસે પાઠ્ય પુસ્તકો જ નથી.

પુસ્તકો વગર કઇ રીતે ભણશે ગુજરાત અને કઈ રીતે ભણશે બાળકો ? નવસારી નગર પાલિકા સંચાલીત 18 જેટલી શાળાઓમાં મફત શિક્ષણ તો આપવામાં આવે છે પરતું ભણવા માટે પાઠ્ય પુસ્તક હજી પણ આપવામાં આવ્યા નથી. આ સંજોગોમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરે તે મોટો સવાલ છે.પાલિકાના આવા અણધડ વહીવટને લઈને વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર થઈ રહી છે.

પાલિકાના કોર્પોરેટરનો દાવો છે કે શાળાઓનું પુ:ન નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનાથી બાળકો અને વાલીઓ ખુશ છે પરતું અહીં સ્થિતી કંઇ અલગ જ નજરે પડી રહી છે. નવસારી નગરપાલિકા સંચાલિત 18 જેટલી શાળાઓમાં 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમને મફત શિક્ષણની સાથે નોટબુક, બોલપેન, કંપાસ, બુટ અને મોજા જેવી વ્યવસ્થાઓ દર વર્ષે કરી આપવામાં આવે છે પરંતુ દર વર્ષે અડધું સત્ર પૂરું થઈ જાય પછી આપવામાં આવે છે. તો અડધું સત્ર પુરુ થયા પછી આ બધું આપે એ શું કામનું ?

 

Published On - 9:11 am, Sun, 16 June 24

Next Video