Ahmedabad : કોર્પોરેશન પરિસરમાં જ કોરોના નિયમોનો ભંગ, વિપક્ષ નેતાના પદગ્રહણમાં ભીડ ઉમટી
અમદાવાદ મહાનગર પાલિકા પરિસરમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો ઉમટી પડ્યા છે. તેમજ અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.
અમદાવાદ(Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસના(Congress)શહેઝાદ ખાન પઠાણ (Shehzad Khan) ચાર્જ સંભાળવાના છે. જો કે તે પૂર્વે અમદાવાદ મહાનગર પાલિકાના પરિસરમાં કોરોના ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા પરિસરમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો ઉમટી પડ્યા છે. તેમજ અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. જ્યારે સોશિયલ ડિસ્ટન્ટ તો કયાંય જોવા મળ્યું ન હતું. જેના પગલે કોરોના સંક્રમણમાં વધારો થવાની પણ શક્યતા છે.જો કે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં 3 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે શહેરના અલગ અલગ બજારોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. શહેરમાં દરરોજ કોરોનાથી સંક્રમિત દર્દીઓના મોતના આંકડા પણ નોંધાઈ રહ્યા છે
અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધી રહ્યા હોવા છતાં લોકો માસ્ક કે સોશિયલ ડિન્ટન્સનું ધ્યાન રાખી રહ્યા નથી. જે ભીડ કોરોના સ્પ્રેડર બનશે તો આગામી દિવસોમાં વધી શકે છે મુશ્કેલી છતાં શહેરમાં કેવી બેદરકારી જોવા મળી હતી.
અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. એક જ દિવસમાં 85 પોલીસકર્મીકોરોના સંક્રમિત થતા કુલ આંકડો 351 સુધી પહોંચ્યો છે. ત્યારે પોલીસ સંક્રમિત ન બને માટે તમામ પોલીસ કર્મી પ્રિકોસન ડોઝ લઈ રહ્યા છે.કોરોના કાળમાં પોલીસ કર્મી અને અધિકારીઓ ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે જે તે સમયની કોરોનાની લહેરમાં અનેક પોલીસકર્મીઓ કે અધિકારીઓએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હાલ ત્રીજી લહેરમાં ફરી એકવાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે.
જેમાં 2 એસીપી, 3 પીઆઇ અને 12થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી માત્ર બે પોલીસકર્મી માત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે કોરોનાથી સંક્રમિત થતા અટકાવવા વેકસિનેશનને વધુ વેગ અપાયો છે. અને હાલ શહેર પોલીસને પ્રિકોશન ડોઝ અપાઈ રહ્યો છે. રોજેરોજના પ્લાનિંગ મુજબ પોલીસસ્ટેશન દીઠ રસીના ડોઝ અપાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Surat: કાકરાખાડીના બંને કિનારે અર્બન ફોરેસ્ટ થીમ અને સાઈકલ ટ્રેક માટે 100 કરોડનું કામ સોંપવા તૈયારી શરૂ
આ પણ વાંચો : ડાંગને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો તો જાહેર કરાયો, પરંતુ અધિકારીઓની આળસને કારણે આદિવાસી ખેડૂતો યોજનાથી વંચિત