Bharuch : આમોદના દોરા ગામે અંધશ્રદ્ધામાં બાળકે ગુમાવ્યો જીવ, સાપ કરડતા પરિવાર ભુવા પાસે લઇ ગયો, જુઓ Video
ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે બની છે,જ્યાં એક બાળકને સાપ કરડ્યા બાદ હોસ્પિટલ લઇ જવાને બદલે ભૂવા પાસે લઇ જવામાં આવ્યો હતો. બાળકને સમયસર સારવાર ન મળતા બાળકે જીવ ગુમાવ્યો છે.

ભરૂચના આમોદના દોરા ગામે એક બાળકને સાપે દંશ આપ્યો હતો. જે પછી બાળકના પરિવારે તેની તાત્કાલિક મેડિકલ સારવાર આપવાના બદલે એક ભૂવાનો સહારો લીધો. અંધશ્રદ્ધામાં ડૂબેલો પરિવાર બાળકને ભૂવા પાસે લઇ ગયો. જો કે યોગ્ય સમયે સારવાર ન મળતા બાળકનું મોત થયું છે.
સમગ્ર ઘટના મામલે વિજ્ઞાનજાથાના ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે ભુવા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તાજેતરમાં જ વિધાનસભામાં કાળા જાદુ વિરોધી બિલ પાસ કરવામાં આવ્યુ છે. ત્યારે સરકારે લાવેલા કાયદાની કડક અમલવારી થાય તે જરૂરી છે.
Latest Videos