Chhota Udepur : ઘર બહાર રમતા માસુમને શ્વાને ફાડી ખાધો, બાળકનું મોત, જુઓ Video
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક ભયાનક ઘટના સામે આવી છે.આ ઘટનામાં રખડતા શ્વાનએ 3 વર્ષના માસુમ બાળકનો જીવ લઈ લીધો. ઘટનામાં બાળક ઘરના નજીક રમતો હતો, ત્યારે શ્વાને તેના પર અચાનક જીવલેણ હુમલો કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક ભયાનક ઘટના સામે આવી છે.આ ઘટનામાં રખડતા શ્વાનએ 3 વર્ષના માસુમ બાળકનો જીવ લઈ લીધો. ઘટનામાં બાળક ઘરના નજીક રમતો હતો, ત્યારે શ્વાને તેના પર અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. જો કે બાળકનું મોત થયુ છે.
આ ઘટના ધનપુર વિસ્તારની વસાહતમાં બની હતી, જ્યાં બાળક તેની માતા સાથે પિયરમાં આવ્યો હતો. સાંજના સમયે જ્યારે બાળક ઘરની બહાર રમતો હતો, ત્યારે રખડતા શ્વાને અચાનક તેના ગળા પર ગંભીર રીતે હુમલો કર્યો અને તેને ખેંચી ને નદીની કેનાલ તરફ લઈ ગયો હતો.
સ્થાનિકોએ તાત્કાલિક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ દુઃખદ ઘટનાને લઈ ગામમાં શોકની લાગણી પ્રસરી છે અને રખડતા શ્વાનોને લઈ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક તંત્ર અને નગરપાલિકા સામે રખડતા શ્વાનો સામે પગલા ન ભરવાના મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.
