Chhota Udepur : શૌચાલય કૌભાંડમાં પાનવડ ગામના સરપંચ ઈન્દ્રસિંહ રાઠવા સસ્પેન્ડ

|

Sep 23, 2022 | 10:25 PM

Chhota Udepur : જિલ્લાના પાનવડ ગામમાં શૌચાલય કૌભાંડમાં સરપંતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શૌચાલય બનાવવામાં સરપંચે ગેરરીતિ આચરી કૌભાંડ કર્યુ છે. વર્ષ 2020-2021માં 308 પૈકી 190 શૌચાલય બનેલા મળ્યા હતા. જેમા 54 શૌચાલય નિયમોનુસાર બાંધવામાં આવ્યા નથી. જ્યારે 64 જેટલા શૌચાલયના બાંધકામમાં ખાડા, છત જેવી કામગીરી બાકી હોવા છતા કામગીરી પૂર્ણ બતાવી દેવાઈ હતી.

Chhota Udepur : શૌચાલય કૌભાંડમાં પાનવડ ગામના સરપંચ ઈન્દ્રસિંહ રાઠવા સસ્પેન્ડ
સરપંચ સસ્પેન્ડ

Follow us on

છોટા ઉદેપુરમાં શૌચાલય કૌભાંડમાં પાનવડ (Panwad)ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાનવડ ગામે શૌચાલય (Toilet) બનાવવામાં સરપંચે કૌભાંડ (Scam)આચર્યુ છે. ઈન્દ્રસિંહ રાઠવાને સસ્પેન્ડ કરીને તલાટી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનના બે કર્મચારીઓને પણ ફરજમુક્ત કરવામાં આવ્યા છે. ગામ લોકોએ ડીડીઓને આવેદનપત્ર આપી તપાસની માગ કરી છે. 54 શૌચાલય બનાવ્યા વગર અને 64 અધૂરા શૌચાલયના કામના નાણાં તેમણે સરપંચે ઉપાડી લીધા હતા. જિલ્લામાં બે ગ્રામ પંચાયત કુકરદા અને પાનવડ સરપંચો સામે ગેરરીતિની ફરિયાદો જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાનમાં બંને સરપંચો સામે તપાસ કરતા ગેરરીતિ કરી હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ બંને સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

શું છે શૌચાલય કૌભાંડ ?

પાનવડ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમા તપાસ કરાવતા વર્ષ 2020-21માં 308 પૈકી 190 શૌચાલય બનેલા મળ્યા હતા. 54 જેટલા નિયમોનુસાર બાંધવામાં આવેલા નથી. 64 જેટલા શૌચાલયના બાંધકામમાં ખાડા છત જેવી કામગીરી પણ બાકી હોવા છતા તેના રૂપિયા લાભાર્થીઓને ચુકવી દીધા હતા અને નાણાકીય ઉચાપત કરી હતી. આ અંગે પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ ઈન્દ્રસિંહ આર રાઠવાને તાત્કાલિક અસરથી સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે તલાટી હરીજીતસિંહ બી પટેલિયા સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરી છે. આ સાથે ક્વાંટ તાલુકા પંચાયતના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર શકુન્તાબેન અને ટેકનિકલ આસિસ્ટન્ટ સલમાન મન્સુરીએ કામગીરી પૂર્ણ બતાવીને ગેરરીતિ આચરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Published On - 11:08 pm, Thu, 22 September 22

Next Article