Chhota Udepur : નસવાડી ડુંગર વિસ્તારમાં હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો, જુઓ Video
છોટાઉદેપુરના નસવાડી ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નામે સરવે કરતા આદિવાસી સમાજમાં રોષ ભભૂક્યો છે. 10 જેટલા ગામો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેકટર, SP દ્વારા સરવેની કામગીરી ના અટકાવે તેને તે માટે ના પ્રયાસો કરવામાં આવ્યા છે.
છોટાઉદેપુરના નસવાડી ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નામે સર્વે કરતા આદિવાસી સમાજમાં રોષ ભભૂક્યો છે. 10 જેટલા ગામો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેકટર, SP દ્વારા સરવેની કામગીરી ના અટકાવે તેને તે માટે ના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ ગામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં સરવેની સદંતર બંધ કરવામાં આવે.
ગ્રામજનોએ સર્વેને કામગીરી અટકાવવા રસ્તા ઉપર મોટા લાકડા મૂકી રસ્તાઓને બંધ કરી દીધા છે. મહત્વનું છે કે પ્રોજેક્ટ અંગે માહિતી માગતા અધિકારીઓ પણ પ્રોજેક્ટને સમજાવામાં નિષ્ફળ રહ્યા અને ચાલુ મિટીંગમાં ભાગ્યા હતા.
આદિવાસી સમાજમાં રોષ ભભૂક્યો !
સ્થાનિકોની માગ છે કે સરકાર તેમણે રોડ, પાણી જેવા પાયાની સુવિધા પુરી પાડે પછી આ પ્રકારના પ્રોજેક્ટ લાવે. હાઇડ્રો પ્રોજેક્ટ અવાવાની જાણ થતાં જ આદિવાસી ખેડૂતોને જમીન વિહોણા થવાનો ભય સતાવી રહ્યો છે. દિવસેને દિવસે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
