Rajkot Video : શાસ્ત્રીનગર વિસ્તારમાં કેમિકલની બોટલમાં થયો બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવ્યો
રાજકોટમાં આજે એક રહેણાંક મકાનમાં ગેસનો બોટલ ફાટ્યો હોવાની ઘટના બની છે. રાજકોટના શાસ્ત્રીનગર પાસે એક ઘરની અંદર કેમિકલના બોટલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. કેમિકલના બોટલ ફટતા આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોંહચી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેસનો બાટલો ફાટી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.
Rajkot : રાજકોટમાં આજે એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના બની છે. રાજકોટના શાસ્ત્રીનગર પાસે એક ઘરની અંદર કેમિકલની બોટલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. કેમિકલના બોટલ ફટતા આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો : Rajkot News: રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે તોગડિયા અને રાદડિયાની લડાઈમાં રંગાણી ફાવી ગયા
ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોંહચી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેસનો બાટલો ફાટી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
વડોદારામાં પણ ફાટ્યો હતો ગેસનો બોટલ
તો આ અગાઉ વડોદરાના મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં એક ગેસના બોટલામાં અચાનક આગ લાગી હતી. જો કે ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે ગેસનો બાટલો ઘરની બહાર કાઢ્યો અને આગને ઓલવી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો