Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ, સામે આવ્યો Video

ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ, સામે આવ્યો Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2024 | 1:03 PM

મોતનો તાંડવ મચાવતી આ સેન્ડફ્લાય માખી TV9 ગુજરાતીના કેમેરામાં કેદ થઈ છે. પંચમહાલના કોટડા ગામે શંકાસ્પદ કેસ નોંધાયો હતો. ત્યારે જે બાળકી આ વાયરસથી સંક્રમિત થઈ તેના જ ઘર પાસેથી 19 માખીઓ મળી આવી છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી આખરે કેમેરામાં કેદ થઈ છે. તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે આ વાયરસના શંકાસ્પદ 27 કેસ નોંધાયા છે જેમાંથી અત્યાર સુધી 15 લોકોનાં મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે આ રોગ ફેલાવનાર માખીનો વીડિયો સામે આવી રહ્યો છે.

સેન્ડફ્લાય કેમેરામાં થઈ કેદ

ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી મોતની માખી એટલેકે સેન્ડફ્લાય કેમેરામાં કેદ થઈ છે. તમને જણાવી દઈએ કે હાલ દહેગામમાં આવી 1 નહીં 2 નહીંને કુલ 19 સેન્ડફ્લાય જોવા મળી છે. આ માખીઓના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે પૂણે મોકલાયા છે.

બાળકીના ઘર આગળથી મળી 19 માખી

મોતનો તાંડવ મચાવતી આ સેન્ડફ્લાય માખી TV9 ગુજરાતીના કેમેરામાં કેદ થઈ છે. પંચમહાલના કોટડા ગામે શંકાસ્પદ કેસ નોંધાયો હતો. ત્યારે જે બાળકી આ વાયરસથી સંક્રમિત થઈ તેના જ ઘર પાસેથી 19 માખીઓ મળી આવી છે. આ સાથે બાળકીના ઘરમાંથી પણ 4 સેન્ડફ્લાય મળી આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. ત્યારે આ માખીઓના સેમ્પલ હાલ તપાસ માટે પૂણે મોકલવામાં આવ્યા છે. ત્યારે તંત્ર મકાનની દિવાલો પુરાવાની અને દવા છંટકાવની કામગીરી કરાવી રહ્યું છે.

કેવી હોય છે સેન્ડફ્લાય?

આ માખી તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે. મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને પછી પુખ્ત માખી બને છે. તમને જણાવી દઈએ કે આ માખી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.તેમજ નરી આંખે જોઈ શકાય તેટલું કદ ધરાવે છે.

ખતરનાક સેન્ડફ્લાય ક્યાં રહે ?

આ માખી મોટાભાગે ભેજવાળા વાળા વિસ્તારમાં વધુ જોવા મળે છે. તે ઘરની અંદર પણ તેનો ઉપદ્રવ થઈ શકે છે. આ માખી ઘરમાં કે ઘરની બહાર કાચી અને પાકી દિવાલ પર કે તેની તિરાળોમાં જોવા મળે છે. ભેજવાળા વાતાવરણમાં ઉપદ્રવ વધે છે. ગાર-લીપણવાળા ઘરની તિરાડોમાં પણ તે જોવા મળે છે. દિવાલમાં રહેલા છીદ્રોમાં પણ આ માખી જોવા મળી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">