રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર ! અત્યાર સુધીમાં 14ના શંકાસ્પદ મોત, 27 કેસ નોંધાયા, જુઓ-Video

|

Jul 18, 2024 | 11:00 AM

ચાંદીપુરા વાયરસે પગપેસારો કરતા જ હાહાકાર મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 27 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં 14 દર્દીઓના આ વાયરસના કારણે મૃત્યુ થયા છે. અગાઉ મોતનો આકડો 6 પર હતો હવે વધતા આ વાયરસના ખતરાને કારણે મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોએ હાકાર મચાવી દીધો છે. આ વાયરસના કારણે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે. જેમાં કુલ 27 દર્દીઓમાંથી 14 દર્દીના મૃત્યુ થયા છે.

ચાંદીપુરા વાયરસના 27 કેસ નોંધાયા

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કરતા જ હાહાકાર મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 27 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં 14 દર્દીઓના આ વાયરસના કારણે મૃત્યુ થયા છે. અગાઉ મોતનો આંકડો 6 પર હતો હવે વધતા આ વાયરસના ખતરાને કારણે મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે.

અત્યાર સુધી 14ના મોત

મળતી માહિતી મુજબ આ વાયરસના કારણે વધુ સાબરકાંઠા અને અરવલ્લીમાં 4-4 કેસ નોંધાયા છે. આ સાથે 27 માંથી 24 કેસ ગુજરાતના છે જ્યારે અન્ય 3 કેસ અન્ય રાજ્યના છે. રાજ્યના કુલ 12 જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પણ ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાતા ત્રણ દોડતુ થયું છે. ત્યારે સમગ્ર મામલે આજે બેઠક બોલાવામાં આવી છે. જેમાં આ વાયરસથી બચાવના પગલા અંગે વિચારણા કરવામાં આવશે.

Published On - 10:21 am, Thu, 18 July 24

Next Video