ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જુઓ Video

ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જુઓ Video

| Updated on: Aug 10, 2026 | 5:14 PM

ડેડિયાપાડા કેસમાં ચૈતર વસાવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું કે ચૈતર વસાવા સામે કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી કેટલીકનો નિકાલ થયો છે, પરંતુ હજુ પણ 12 ફરિયાદો પેન્ડિંગ છે.

ગુજરાત હાઈકોર્ટમાં ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલો અને ખંડણીના કેસને લઈને મહત્વની સુનાવણી થઈ હતી. આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી અરજી પર રાજ્ય સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાઓનું વિગતવાર લિસ્ટ રજૂ કર્યું હતું.

સરકારના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા સામે કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે આ 22 ફરિયાદોમાંથી કેટલીક FIRમાં સમાધાન થયું છે, જ્યારે કેટલીક ફરિયાદો રદ પણ કરવામાં આવી છે. જોકે, સૌથી મહત્વની વાત એ છે કે, સરકાર તરફથી કોર્ટને જણાવાયું હતું કે હજુ પણ 12 ફરિયાદો પેન્ડિંગ છે.

રાજ્ય સરકારે અગાઉની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ કોર્ટને માહિતી આપી હતી. સરકારની દલીલ હતી કે અગાઉના ગુનાઓમાં ચૈતર વસાવાને શરતોને આધારે જામીન સંબંધિત રાહત આપવામાં આવી હતી. આ શરતોમાં ક્રિમિનલ એક્ટિવિટી નહીં થાય તેવી ખાતરીના આધારે બોન્ડ પણ લેવામાં આવ્યા હતા. હાઈકોર્ટમાં થયેલી આ દલીલો બાદ હવે ચૈતર વસાવાની અરજી પર શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર રહેશે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા

Follow Us
Loading...
Unable to load recommendations.