કેન્દ્રીય નાણાંપંચની ટીમ ગુજરાતની મુલાકાતે, રાજ્ય સરકાર તેમની સમક્ષ ગુજરાતને મળતા હિસ્સાને વધારવાની કરાશે માગ, જુઓ Video

|

Oct 21, 2024 | 12:53 PM

આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કારણ કે, આ બેઠકમાં ન માત્ર સરકાર, પરંતુ સરકારના જ વિવિધ રાજકીય સંગઠન સાથે પણ નાણાંપંચ બેઠક કરતુ હોય છે અને બેઠકમાં રાજકીય સંગઠનોના મંતવ્ય લેવામાં આવતા હોય છે.

કેન્દ્રીય નાણાંપંચની ટીમ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. નાણાંપંચના સભ્યો અને અધિકારીઓ ગુજરાત સરકાર સાથે મુલાકાત કરવાના છે. આ બેઠકમાં મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, નાણાં વિભાગના અધિકારીઓની બેઠક થશે. બેઠકમાં રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક પ્રેઝન્ટેશન કરવામાં આવશે અને ગુજરાતની આર્થિક સ્થિતિ અને જરૂરિયાતો અંગે રજૂઆત કરાશે.

આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કારણ કે, આ બેઠકમાં ન માત્ર સરકાર, પરંતુ સરકારના જ વિવિધ રાજકીય સંગઠન સાથે પણ નાણાંપંચ બેઠક કરતુ હોય છે અને બેઠકમાં રાજકીય સંગઠનોના મંતવ્ય લેવામાં આવતા હોય છે.ગુજરાત હંમેશા એક વિકાસશીલ દેશ અને રોલ મોડેલ તરીકે દેશમાં અવ્વલ નંબરે આવતુ હોય છે. જો કે ગુજરાતની નાણાકીય જરુરિયાતો અંગે આ બેઠકમાં રજૂઆત કરવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા આ પ્રેશન્ટેશન દ્વારા ગુજરાતની આર્થિક સ્થિતિ, જરૂરિયાતો અંગે રજૂઆત કરવામાં આવશે. જે પછી ગુજરાતને મળતા વર્તમાન હિસ્સાને વધારવાની માગ કરવામાં આવશે.

15માં નાણાંપંચમાં શું મળ્યુ ?

15માં નાણાંપંચમાં વિવિધ રાજ્યોને 41% રકમ ફાળવાઈ હતી. 15માં નાણાંપંચમાં ગુજરાતને 3.84% રકમની ફાળવણી કરાઈ હતી. હવે 16માં નાણાંપંચ પાસે રાજ્ય સરકાર વધુ રકમની માગ કરશે. આરોગ્ય, શિક્ષણ, કૂપોષણ દૂર કરવા જેવા મુદ્દા પર વધુ રકમ માટે રજૂઆત કરશે.તો સરકાર દ્વારા ગુજરાતની આગામી પાંચ વર્ષની નાણાંકીય જરૂરિયાતની દરખાસ્ત રજૂ કરાશે. રકમ વધારે કઈ રીતે મળે તે માટે સરકાર પ્રયાસ કરશે.

ગુજરાત સમૃદ્ધ રાજ્ય ગણાતું હોઈ અન્ય રાજ્યોની સરખામણીએ વધુ નાણાં મેળવવા પ્રયાસ થશે. રાજ્ય સરકારની બેઠક બાદ ભાજપના ડેલીગેશન સાથે નાણાંપંચની બેઠક થશે. કોંગ્રેસના ડેલીગેશન સાથે પણ નાણાંપંચ બેઠક કરશે. કોંગ્રેસ તરફથી રાજ્ય સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ રજૂઆત કરશે.

 

Next Video