રાજયભરમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસભેર ઉજવણી, મુખ્યપ્રધાન સહિતના નેતાઓ અને કલાકારોએ પતંગ ચગાવ્યા

આણંદમાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે ઉત્તરાણની ઉજવણી કરી. કીર્તિદાન ગઢવી પણ સવારથી જ પરિવાર સાથે ધાબા પર ચઢી ગયા હતા. તેમણે પણ લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી અને ઉત્તરાયણની ગાઈડલાઈનના પાલન સાથે અન સલામત રીતે ઉજવણી કરવા અપીલ કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 11:45 PM

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) સહિતના નેતાઓએ ઉત્તરાયણની (Uttarayan) ઉજવણી કરી અને સલામત ઉત્તરાયણનો સંદેશ આપ્યો. મુખ્યપ્રધાન અને પૂર્વ મુખ્યપ્રધાન ઉપરાંત કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ, અર્જુનસિંહ ચૌહાણે પણ પતંગ ચગાવી. આ ઉપરાંત સાંસદ કિરીટસિંહ સોલંકી અને રંજન ભટ્ટે પણ નિયમોના પાલન સાથે પતંગ ચગાવી હતી. દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્તરાયણની ઉજવણી થોડી અલગ રીતે થઈ રહી છે. લોકો કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી (Celebration) કરી રહ્યા છે. ધાબા પર મર્યાદિત સંખ્યામાં લોકો એકઠાં થઈને પતંગ ચગાવી રહ્યા છે.

બીજી તરફ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પણ નિયમોના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. અને રાજ્યની પ્રજાનું આરોગ્ય તેમજ સુખાકારી જળવાય તેવી પ્રાર્થના કરી. આ તરફ નડિયામાં વિધાનસભાના મુખ્ય દંડક પકંજ દેસાઈએ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી. તો જામકંડોરણા ખાતે ભાજપ નેતા જયેશ રાદડિયાએ પરિવાર સાથે પંતગોત્સવ મનાવ્યો. આ તરફ અમરેલીમાં પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પતંગના પેચ લડાવ્યા. પરેશ ધાનાણી કોરોનાના નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી કરી છે.

આણંદમાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે ઉત્તરાણની ઉજવણી કરી. કીર્તિદાન ગઢવી પણ સવારથી જ પરિવાર સાથે ધાબા પર ચઢી ગયા હતા. તેમણે પણ લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી અને ઉત્તરાયણની ગાઈડલાઈનના પાલન સાથે અન સલામત રીતે ઉજવણી કરવા અપીલ કરી.

અમદાવાદમાં ઉત્તરાયણની મોજ સૌથી અલગ હોય છે. તેમાંય ભાઈ-ભાઈ ફેમ અરવિંદ વેગડાએ સંગીતની સૂરાવલિઓ વચ્ચે રંગારંગ મકરસંક્રાંતિ મનાવી. અરવિંદ વેગડા અને કોમલ ઠક્કરે પતંગના પેચ લડાવ્યા. આ સાથે જ ઘાયલ પક્ષીઓને બચાવવા પણ અપીલ કરી.

આ પણ વાંચો : ગુજરાતમાં 108ને 3,367 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા, અમદાવાદમાં દોરીથી ઈજાના 74 કેસ નોંધાયા

આ પણ વાંચો : Ambaji મંદિરમાં દાનની આવકમાં થયો 30 ટકાનો વધારો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">