વલસાડના ઉદવાડામાં 5 દુકાનમાં તસ્કરોનો તરખાટ, ઘટના CCTVમાં કેદ
વલસાડમાં ફરી તસ્કોરોનો તરખાટ સામે આવ્યું છે. જેમાં 5 દુકાનોમાં ચોરીની ઘટના બની છે. ઉદવાડામાં 5 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં કિકરલા રોડ પરની દુકાનોમાં ચોરીની ઘટના બની. દુકાનમા રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદને આધારે પારડી પોલીસે તસ્કરોને પકડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે. વધી રહેલા ચોરોના આતંક સામે શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
વલસાડના ઉદવાડામાં 5 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા. કિકરલા રોડ પરની નાસ્તા અને બેકરી સહિતની દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. 5 દુકાનોમાં કુહાડી અને પથ્થરો લઈને તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનદારોએ નોંધપાત્ર રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.
આ પણ વાંચો : સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવવા માટે JCBની મદદ લેવી પડી, MLA એ જબરો રસ્તો નિકાળ્યો!
પારડી પોલીસે CCTVના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. CCTVમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે કઈ રીતે આ ચોર દુકાનમાં પ્રવેશ કરી રહ્યો છે. સવારે દુકાનના માલિક જ્યારે દુકાને પહોંચ્યા ત્યાં તેમને કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જે જોતાં તેમની આંખો ખૂલી રહી ગઈ હતી. તસ્કરો કુહાડી અને પથ્થરો લઈને ચોરી કરવા પહોંચ્યા હતા. આ તમામ સાધન ચોરીના કામમાં ઉપયોગ કરવા સાથે લાવવામાં આવ્યા હતા કે કોઈ અન્ય બાબત હતી તેને લઈ પોલીસ તપસ કરી રહી છે.
