Botad : સિદ્ધનાથ ભાજીપાઉં રેસ્ટોરેન્ટમાં બની ચોરીની ઘટનાના CCTV આવ્યા સામે, જૂઓ Video

|

Aug 11, 2023 | 4:12 PM

પોલીસે CCTV ફુટેજની તપાસ કરતા ખુલાસો થયો છે. CCTVમાં જોઇ શકાય છે, એક તસ્કર રેસ્ટોરેન્ટમાં ઘૂસે છે, મોબાઇલની ફ્લેશ ચાલુ કરીને આમતેમ પૈસા શોધે છે, પરંતુ તેને અંધારામાં કઇં પણ દેખાતું નથી.

Botad : બોટાદમાં 9 દિવસ પહેલા એક રેસ્ટોરેન્ટમાં થયેલી ચોરીના (Theft) CCTV ફુટેજ સામે આવ્યા છે. બોટાદના ST બસ મથક વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ ભાજીપાઉં રેસ્ટોરેન્ટમાં ચોરીની ઘટના બની હતી. પોલીસે CCTV ફુટેજની તપાસ કરતા ખુલાસો થયો છે. CCTVમાં જોઇ શકાય છે, એક તસ્કર રેસ્ટોરેન્ટમાં ઘૂસે છે, મોબાઇલની ફ્લેશ ચાલુ કરીને આમતેમ પૈસા શોધે છે, પરંતુ તેને અંધારામાં કઇં પણ દેખાતું નથી. જે બાદ તે રેસ્ટોરેન્ટના રૂમની લાઇટ શોધે છે, થોડી વાર પછી લાઇટ ચાલુ કરીને તે પૈસાનો ગલ્લો શોધી કાઢે છે. ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરે છે અને પૈસાના બંડલ લઇને ફરાર થઇ જાય છે.

આ પણ વાંચો-Ahmedabad : હવે જો બેફામ વાહન હંકારતા પકડાશો તો ખેર નથી, થઈ જશે લાયસન્સ સસ્પેન્ડ, જાણો શું હોય છે લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા

રેસ્ટોરેન્ટના માલિકના જણાવ્યા પ્રમાણે અંદાજિત 15 હજાર રૂપિયાની ચોરી થઇ હતી. આરોપી આ પૈસા લઇને ફરાર થઇ જાય છે. જો કે સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને પોલીસ હાલ ફરાર આરોપીની શોધખોળમાં લાગી છે. આવા તસ્કરોથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

બોટાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video