CCTV Breaking News : એસ જી હાઈવે વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગ એવા સરખેજ ગાંધીનગર હાઈવે પર આજે રવિવારના રોજ સવારે, એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. જ્યારે તેની સાથે સવાર યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગ એવા સરખેજ ગાંધીનગર હાઈવે પર આજે રવિવારના રોજ સવારે, એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. જ્યારે તેની સાથે સવાર યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
અમદાવાદના એસ જી હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજ ઉપર આજે ગાંધીનગર તરફ ઝડપથી જઈ રહેલ ફોરચ્યુનર કાર, સામેથી આવી રહેલ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. જ્યારે તેની સાથે કારમાં સવાર અન્ય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જે હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગમખ્વાર અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ખૂબ ઝડપથી ગાંધીનગર તરફ જઈ રહેલ ફોરચ્યુનર કારનો ચાલક, કોઈ કારણોસર કાર પરનો કાબૂ ગુમાવે છે. ફોરચ્યુનર કાર બ્રિજના સામેની તરફ હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલ એસ ટી બસ સાથે ધડાકાભેર અથડાય છે. ખૂબ જ ઝડપથી ધડાકાભેર અથડાવવાને કારણે એસટી બસ ચાલક પણ એસટી બસ પરનો કાબુ ગુમાવે છે અને બસ પણ સામેની તરફના રોડ પર ચડી જાય છે.
એસ જી હાઈવેના વ્યસ્ત વૈષ્ણોદેવી બ્રિજ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને લઈને એસજી હાઈવ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોચીને, એસટી બસ અને ફોરચ્યુનર કારને ક્રેઈનની મદદથી રોડ પરથી હટાવીને ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો