કેબિનેટ બેઠક બાદ ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani) મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં (Cabinet meeting) અધ્યાપકોના સૌથી મોટા પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. રાજ્યમાં સીસીસીની પરીક્ષામાં ફરજિયાતના નિયમો દૂર કરાશે. શિક્ષણ પ્રધાને જાહેરાત કરી છે કે, કોલેજના અધ્યાપકોને સાતમા પગાર પંચના લાભો તત્કાલિક અસરથી અપાશે. તેમજ નિવૃત અધ્યાપકોને પણ પેન્શનમાં સાતમા પગાર પંચનો લાભ મળશે. સાથે જ રાજ્યમાં સીસીસીની (CCC Exam)પરીક્ષા ફરજિયાતના નિયમો દૂર કરાશે. જીતુ વાઘાણીની આ જાહેરાતથી રાજ્યના 10 હજારથી વધુ અધ્યાપકોને લાભ મળશે.
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ રાજ્યમાં કોલેજના અધ્યાપકોના પ્રમોશન માટે ફરજીયાત એવા સીસીસી પરીક્ષા તેમજ હિંદી અને ગુજરાતની પરીક્ષાના નિયમને દૂર કરવાની જાહેરાત કરી છે. સાથે જ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2016થી તમામ કોલેજના અધ્યાપકોના પ્રમોશન સીએએસ એટલે કે કેરિયર એડવાન્સ સ્કિમ સ્થગિત કરવામાં આવશે. સરકારની વિચારણા બાદ તેને પુન: સ્થાપિત કરવામાં આવશે. આ સાથે 1-2-2019 ના ઠરાવની શરત 8 પણ દૂર કરવામાં આવી છે. આ સંદર્ભમાં સાતમા પગાર પંચના શિક્ષણ વિભાગના ઠરાવ દૂર કરવામાં આવ્યા છે. તેનાથી 3,000 અધ્યાપકોને સીધો ફાયદો થશે.
જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યુ છે કે રાજ્યમાં કોલેજના અધ્યાપકોના જે પડતર પ્રશ્નો હતા. તેનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકારે નિરાકરણ આપ્યું છે. હવે નિવૃત અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ પણ મળશે. આ અંગે નાણા પ્રધાન કનુભાઈ સાથે પણ ચર્ચા થઈ છે. સરકારની આ જાહેરાતથી લાંબા સમયથી અધ્યાપકોના જે પડતર પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવ્યુ છે. જેના કારણે સીધી રીતે રાજ્યના 10,000 જેટલા કોલેજના અધ્યાપકોને લાભ થશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 2:41 pm, Wed, 27 April 22