Navsari : પાંજરાપોળમાં જગ્યાના અભાવે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, જુઓ Video

Navsari : પાંજરાપોળમાં જગ્યાના અભાવે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 11, 2025 | 2:42 PM

નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. રખડતી રંજાડની સમસ્યા માંડ માંડ ઓછી થઇ હતી ત્યાં અચાનક મનપાએ ઢોર પકડવાની કામગીરી પર બ્રેક મારી છે.જગ્યાના અભાવે ઢોર પકડવાનું કામ કરતી એજન્સી હાથ પર હાથ રાખી બેસી રહી છે.

નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. રખડતી રંજાડની સમસ્યા માંડ માંડ ઓછી થઇ હતી ત્યાં અચાનક મનપાએ ઢોર પકડવાની કામગીરી પર બ્રેક મારી છે.જગ્યાના અભાવે ઢોર પકડવાનું કામ કરતી એજન્સી હાથ પર હાથ રાખી બેસી રહી છે.પંદર દિવસથી ઢોર પકડવાનું કામ બંધ છે કારણ કે પકડાયેલા ઢોરને પાંજરાપોળમાં રાખવાની જગ્યા નથી.

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં 10થી વધુ ગ્રામ્ય વિસ્તારના ઢોર શહેરમાં રખડતા જોવા મળે છે. એક અંદાજ મુજબ હાલ પણ શહેરનાં રસ્તાઓ પર 500થી વધુ રખડતા ઢોરે અડીંગો જમાવ્યો છે. અગાઉ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક નાગરિકોને રખડતા ઢોરોએ શિંગડે ચઢાવ્યા છે. જેમાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. પાંજરાપોળ માટે જિલ્લા કલેક્ટરે મહાનગરપાલિકાને ખંભલાવ ગામે એક વીઘા જમીન ફાળવી છે. જ્યાં હવે પાંજરાપોળ બનશે એટલે જ્યાં સુધી રખડતા ઢોર માટે પાંજરાપોળની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નવસારીનાં નાગરિકોએ રસ્તા પર રખડતા ઢોરથી થોડા બચીને ચાલવું પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો