Mahisagar Video : આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યાનો કેસ, પીડિતાને સારવાર માટે વલખાં

|

Oct 18, 2023 | 7:03 PM

પરિવારનો આક્ષેપ છે કે, તબિયત સારી ન હોવા છતાં લુણાવાડા આરોગ્ય વિભાગે રજા આપી દીધી હતી. ક્યા કારણોસર સગીરાને રિફર કરાઈ તે અંગે આરોગ્ય વિભાગ કોઈ પણ માહિતી આપવા તૈયાર નથી. આખરે સગીરાને વધુ સારવાર માટે ગોધરા લઈ જવાઈ છે. ઉલ્લેખનીય છે કે, શાળાના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ પોલીસે નરાધમ આચાર્યને ઝડપી પાડ્યો હતો. હાલ પીડિતાને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે.

Mahisagar : મહીસાગરમાં નરાધમ આચાર્યએ હવસનો શિકાર બનાવનાર પીડિતાને હવે સારવાર માટે ભટકવું પડી રહ્યું છે. સગીરાને વધુ સારવાર માટે ગોધરા સિવિલ ખાતે રિફર કરવામાં આવી છે. તબિયત સારી ન હોવા છતાં લુણાવાડા આરોગ્ય વિભાગે રજા આપી દીધી હતી. ક્યા કારણોસર સગીરાને રિફર કરાઈ તે અંગે આરોગ્ય વિભાગ કોઈ પણ માહિતી આપવા તૈયાર નથી.

આ પણ વાંચો Mahisagar Video : પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આચાર્યની પોલીસે કરી ધરપકડ

પરિવારનો આક્ષેપ છે કે, ઈનકાર કર્યો હોવા છતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આખરે સગીરાને વધુ સારવાર માટે ગોધરા લઈ જવાઈ છે. ઉલ્લેખનીય છે કે શાળાના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ પોલીસે નરાધમ આચાર્યને ઝડપી પાડ્યો હતો. હાલ પીડિતાને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video