Devbhumi Dwarka Video: ખેડૂતના આપઘાત કેસમાં 7 આરોપીઓ સામે ગુનો દાખલ, ન્યાય અપાવવા ગુજરાત આહીર સેના મેદાનમાં

Devbhumi Dwarka Video: ખેડૂતના આપઘાત કેસમાં 7 આરોપીઓ સામે ગુનો દાખલ, ન્યાય અપાવવા ગુજરાત આહીર સેના મેદાનમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 8:09 AM

દેવભૂમિદ્વારકામાં ખેડૂત આપઘાત કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પરંતુ આપઘાત પહેલાના નવ મહિના સુધી ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અનેકવાર રજૂઆત કરી હતી.પોતાની સાથે સાત આરોપીઓએ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની રજૂઆત ખેડૂતે કરી હતી.

Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકામાં ખેડૂત આપઘાત કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પરંતુ આપઘાત પહેલાના નવ મહિના સુધી ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અનેકવાર રજૂઆત કરી હતી. પોતાની સાથે સાત આરોપીઓએ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની રજૂઆત ખેડૂતે કરી હતી. છતા મહિલા PSI વી.બી. પીઠિયાએ આરોપીઓ વિરુદ્ધ કૂણું વલણ દાખવ્યું અને સમસયર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

9 મહિના સુધી ન્યાયની માગ સાથે ખેડૂત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા ઝેરી દવા પી ભાયાભાઈ ચાવડા મોતને વ્હાલું કરવા મજબૂર બન્યા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : Devbhumi Dwarka : ખંભાળિયાના લોકમેળામાં મહિલાના વાળ ચકડોળમાં ફસાયા, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ,જુઓ Video

ભાયાભાઈ ચાવડા સાથે મળીને આરોપી રમેશ પીઠવા સહિતના આરોપીએ ખેડૂતો પાસેથી અઢી ચણા અને મગફળીની ઉધારમાં ખરીદી કરી હતી. ત્યારબાદ ખેડૂતો કે ભાયાભાઈને અઢી કરોડ રૂપિયા ચૂકવ્યા નહીં. ભાયાભાઈએ ખેડૂતોને રૂપિયા ચૂકવી શક્યા નહીં.

પોતાની જમીન સહિત અન્ય મિલકતો વેચી પણ દેવું એટલું હતું કે પૂરુ કરી ન શક્યા. બીજી તરફ, આરોપીઓએ હાથ ઉંચા કરી લીધા.જેના કારણે ખેડૂતે આત્મહત્યાનું પગલું ભરવા મજબૂર બન્યા. ભાયાભાઈની આત્મહત્યા માટે જવાબદાર તમામ આરોપીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહીની માંગ સાથે ગુજરાત આહીર સેના મેદાનમાં આવી છે.અને પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 10, 2023 03:21 PM
g clip-path="url(#clip0_868_265)">