નડિયાદના શ્રેયસ ગરનાળામાં ફસાઈ કાર, કારને બહાર કાઢવા માટે ક્રેનની લેવાઈ મદદ, જુઓ Video

|

Sep 17, 2023 | 6:34 PM

સમગ્ર રાજ્યમાં જ્યારે લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે નડિયાદના શ્રેયસ ગરનાળામાં કાર ફસાઈ હતી. ભારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળા નીચે થી પસાર થતી કાર પાણીમાં ફસાઈ જોકે આ બાદ કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. સતત પડી રહેલા વરસાદને કારણે ગરનાળામાં પાણી ભરાયા હતા.

ખેડાના નડિયાદના શ્રેયસ ગરનાળામાં કાર ફસાઈ હોવાની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળા નીચેથી પસાર થતી કાર પાણીમાં ફસાઈ હતી. કારમાં બે વ્યક્તિઓ સવાર હતા. કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. કારમાં સવાર બન્ને વ્યક્તિઓ સહી સલામત બહાર નીકળી ગયા.

આ પણ વાંચો : દર વર્ષે વિનાશ વેરનાર નર્મદાના પૂર સામે તંત્ર બાથ ભીડશે, “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ” કહેવત ભૂતકાળ બનાવવા IAS અધિકારી તુષાર સુમેરાએ Flood Control Formula બનાવી

મહત્વનુ છે કે ખેડા કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે થઈ છે. વણાકબોરી વિયરમાંથી 7 લાખ ક્યૂસેક પાણી છોડાયું. ખેડા, વડોદરા, આણંદના કાંઠાના ગામડાઓન એલર્ટ પર છે. મહિસાગર નદી ઉપરનો ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો છે. ગળતેશ્વર મામલતદાર, પોલીસ અને વહીવટીતંત્ર ખડેપગે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video