Surat Video : કારે ટક્કર મારતા બાળકી પર ગેટ, કચળાઇ જતા માસૂમનું મોત, જુઓ ઘટનાના CCTV

| Edited By: | Updated on: Mar 15, 2025 | 2:38 PM

સુરતમાં ફરી એક વાર વાલીઓ માટે ચેતાવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ઘરની બહાર રમતી છોકરી પર ગેટ પડી જતા મોત નિપજ્યું છે. 4 વર્ષની બાળકી સોસાયટીના ગેટ પાસે ઉભી હતી.

સુરતના કુંભારિયા ગામમાં એક દુખદ ઘટના બની છે. એક કાર ચાલકે જોરથી ગેટને ટક્કર મારી, જેના કારણે ગેટ તુટી પડ્યો. આ સમયે નજીકમાં રમી રહેલી માસૂમ બાળકી ગેટ નીચે દટાઈ ગઈ અને આ બાળકીનું મોત નીપજ્યુ છે. આ દુર્ઘટનાએ બાળકીના પરિવારજનોમાં દુઃખનો માહોલ છે. ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે.

સુરતમાં સુડા સહકાર રેસિડેન્સીમાં ઘરની બહાર રમતી છોકરી પર ગેટ પડી જતા મોત નિપજ્યું છે. 4 વર્ષની બાળકી સોસાયટીના ગેટ પાસે ઉભી હતી. ત્યારે અચાનક કાર આવી સોસાયટીના ગેટ સાથે ટક્કરાઈ હતી. જેના કારણે ગેટ બાળકી પર પડ્યો હતો. છતા કારચાલક ઉભો રહીને બાળકીની મદદ કરવાની જગ્યાએ ગેટ પર કાર ચઢાવી જતો રહ્યો હતો. કાર ચાલકે બ્રેક ન મારતા બાળકી ગંભીર રીતે કચડાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના કુંભારિયા ગામની સુડા સહકાર રેસિડેન્સીમાં બની હતી.

બાળકી પર ગેટ પડતા નિપજ્યું મોત

મળતી માહિતી અનુસાર આ બાળકી વોચમેનની હોવાનું સામે આવી રહ્યું છે. બાળકીનું મોત થતા પરિવાર પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વોચમેનની દીકરીની મોત બાદ ગોડદરા પોલીસ હકરતમાં આવી હતી.પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપી સામે મનુષ્ટવધનો ગુનો દાખલ કરીને કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કાર જપ્ત કરી છે. આરોપી વોચમેનની બાળકી ગેટ પડ્યો હતો.