VIDEO : વડોદરામાં વિચિત્ર અકસ્માત, મહિલા કારચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવતા ગાડી સીધી શો-રૂમમાં !
મહિલા કારચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં ગાડી પગથિયા ચઢી જઈને શોરૂમમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ક્રોકરી શોરૂમના માલિકને લાખોનું નુક્સાન થયું છે.
વડોદરાના જેતલપુરમાં ક્રોકરીના શોરૂમમાં ઘૂસી ગઈ કાર. મહિલા કારચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં ગાડી પગથિયા ચઢી જઈને શોરૂમમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ક્રોકરી શોરૂમના માલિકને લાખોનું નુક્સાન થયું છે. શોરૂમનો કાચનો બનાવેલો મુખ્ય દરવાજો તૂટી ગયો છે. જ્યારે માલસામાનને પણ નુક્સાન પહોંચ્યું છે.
શોરૂમનો કાચનો બનાવેલો મુખ્ય દરવાજો તૂટી ગયો
ગઈ કાલે અમરેલીમાં ધારીના આંબરડી ગામે જતી જાનની લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. રાજકોટથી સોલંકી પરિવારની જાનની બસ વરરાજાની કારને ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો.લકઝરી બસ પુલ પરથી પલટી મારતા 25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ 108 દ્વારા પ્રથમ ધારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં 18 ઇજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી રીફર કરાયા હતા.
