Bharuch : કાર ચાલકે એક સાથે પાંચ વાહનોને ટક્કર મારી, બે લોકો ઇજાગ્રસ્ત
ભરૂચમાં કાર ચાલકે 1 રિક્ષા, 3 મોટરસાયકલ અને 1 કારને અડફેટમાં લીધી હતી. જો કે પૂરઝડપે ચાલતી કાર વાહનોને અડફેટે લીધા બાદ પલટી ગઇ હતી
ગુજરાતના(Gujarat) ભરૂચમાં(Bharuch) અકસ્માત(Accident) સર્જાયો છે. જેમાં એક કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા છે. આ અકસ્માત કસક વિસ્તારમાં થયો હતો. જેમાં કાર ચાલકે 1 રિક્ષા, 3 મોટરસાયકલ અને 1 કારને અડફેટમાં લીધી હતી. જો કે પૂરઝડપે ચાલતી કાર વાહનોને અડફેટે લીધા બાદ પલટી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કોઇ ખુલાસો થયો નથી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનામાં કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસ કાર ચાલક કોણ છે તે અંગે તપાસ પણ કરી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad-Dungarpur Railway: અમદાવાદ ડુંગરપુર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ, શામળાજી રોડ સ્ટેશન પર રોકાશે
આ પણ વાંચો : ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો, નવા 9177 કેસ નોંધાયા
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
