Banaskantha : પાલનપુરના હનુમાન ટેકરી પાસે કારચાલકે 3 લોકોને લીધા અડફેટે, એક મહિલાનું મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે. બનાસકાંઠાના પાલનપુરના હનુમાન ટેકરી પાસે પુરપાટે ઝડપે આવતી કારની અડફેટે આવતા એક મહિલાનું મોત નિપજ્યું છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે. બનાસકાંઠાના પાલનપુરના હનુમાન ટેકરી પાસે પુરપાટે ઝડપે આવતી કારની અડફેટે આવતા એક મહિલાનું મોત નિપજ્યું છે. કારચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. જેમાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર પાલનપુરના હનુમાન ટેકરી પાસે ઓવરટેક કરતી વખતે કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે સમયે અકસ્માત સર્જાયો હતો.
એક મહિલાનું મોત
ઉલ્લેખનીય છે કે તેજ રફતારના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. જેમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે પાલનપુરમાં ઓવરટેક કરતા સમયે કારચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે. જો કે અકસ્માત સર્જાતા તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ કારચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. કારચાલક આબુરોડનો ઈશ્વર પાટીલ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
