બનાસકાંઠાઃ પોલીસથી બચવા દારુ ભરેલી કારના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી સર્જ્યો અકસ્માત

|

Mar 23, 2024 | 9:20 AM

હોળી અને ચૂંટણીને લઈ દારુની હેરાફેરી થતી અટકાવવા માટે પોલીસ દ્વારા બોર્ડરના વિસ્તારોમાં બાજ નજર રાખવામા આવી રહી છે. સ્ટેટ અને સ્થાનિક એજન્સીઓ પણ આ મામલે સતર્ક બની છે. આ દરમિયાન પાલનપુર અમદાવાદ હાઇવે પર એક ફોર્ચ્યુનર કાર દારુ ભરેલી પોલીસની ટીમથી બચવા માટે પૂરપાટ દોડાવી મૂકતા ડમ્પર સાથે અથડાઇ હતી.

રાજસ્થાન તરફથી એક દારુ ભરેલી ફોર્ચ્યુનર કાર બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશી હોવાની વિગતોને લઈ એલસીબીની ટીમ દ્વારા તેને ઝડપવા માટે પ્રયાસ કર્યો હતો. એલસીબીની ટીમે તેને ઝડપી લેવા માટે થઈને પીછો કર્યો હતો. જોકે પોલીસથી બચવા માટે કારને પૂરપાટ ઝડપે પાલનપુર અમદાવાદ હાઇવે પર દોડાવી મુકી હતી. આ દરમિયાન કાર ડમ્પરને અથડાઇ જતા કાર ચાલક અને તેની સાથેનો કો-ડ્રાઇવર સ્થળ પરથી અંધારાનો લાભ લઇને ભાગી છૂટ્યા હતા.

આ પણ વાંચો: ‘ના’ કહી હતી છતાંય પાર્ટીએ ટિકિટ આપી, ડો તુષાર ચૌધરીએ કર્યુ મહત્વનું નિવેદન

અકસ્માતને પગલે પાલનપુર અમદાવાદ હાઇવે પર દારુની રેલમછેલ થઈ ગઇ હતી. તો હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ ગયા હતા. હોળી અને ચૂંટણીને લઈ દારુની હેરાફેરી કરનારાઓની પ્રવૃત્તિઓ વધી જવાને લઈ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં સતર્કતા વધારવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:18 am, Sat, 23 March 24

Next Video