ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યાને લઈ પ્રધાન કુંવરજી બાવળીયાએ ટૂંક સમયમાં રાહતની આપી ખાત્રી, જુઓ

|

Jun 17, 2024 | 10:26 AM

રાજ્યના કેબિનેટ પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા હેઠળના વિસ્તારોમાં પાણીની સુવિધાઓ સંતોષજનક બને એ માટે તેઓએ ખાત્રી આપી હતી. સાબરકાંઠા જિલ્લાના સરહદી અને અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાની મુલાકાત તેઓએ લીધી હતી.

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની રાજ્યના કેબિનેટ પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી. ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા હેઠળના વિસ્તારોમાં પાણીની સુવિધાઓ સંતોષજનક બને એ માટે તેઓએ ખાત્રી આપી હતી. સાબરકાંઠા જિલ્લાના સરહદી અને અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાની મુલાકાત તેઓએ લીધી હતી.

પ્રધાન કુંવરજી બાવળીયા યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતુ કે, પોશીના વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હોવાનું જણાવ્યું હતુ. આ માટે ત્યા વ્યવસ્થા ઉભી કરવાની કાર્યવાહી ચાલુ હોવાની વાત કરી હતી. છેવાડાના વિસ્તારોમાં 100 લીટર પાણી મળી રહે એ પ્રકારે રાજ્ય સરકારનું આયોજન હોવાનું પ્રધાને જણાવ્યું હતું. અંબાજી મંદિરે પ્રધાન બાવળીયાએ દર્શન કર્યા હતા અને આશિર્વાદ મેળવ્યા હતા.

 

આ પણ વાંચો:  T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video