Gujarati Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની (  Cabinet meeting ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે. તેમજ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 9:57 AM

Gandhinagar : ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની ( Cabinet meeting ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આજે કેબિનેટ બેઠકમાં PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય કક્ષાના પર્યાવરણ દિવસના કાર્યક્રમની પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત આજે કેબિનેટ બેઠકમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે.

તેમજ રાજ્યમાં પાણીની સ્થિતિ, વરસાદની નુકસાની સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં સરકારની નીતિગત વિષયો અને આગામી આયોજનો પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :Gandhinagar : ભીમનાથ ધોલેરા રેલવે લાઇન માટે જમીન સંપાદન પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરાશે, ધોલેરામાં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડલ પર 600 યુનિટ બંધાશે

આ અગાઉ મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં પીવાના પાણીને લઈ કેબિનેટ અને સહાય પેકેજ પર ખેડૂતોની અરજીઓ અને ચૂકવણી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બાજરી, રાગી સહિતની જણસીની ખરીદી પર સમીક્ષા કરવામાં આવી હતી.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">