Gujarati Video : મોરબીની જ્ઞાનપથ શાળાની બહાર આખલા બાખડ્યા, પાર્કિંગમાં 2 બાઇક અને 7 સાયકલનો કચ્ચરઘાણ

Morbi News : મોરબીમાં જ્ઞાનપથ શાળાની બહાર આખલા યુદ્ધ જામ્યુ હતુ. આખલા યુદ્ધના કારણે શાળા બહાર પાર્કિંગમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતુ. આખલા યુદ્ધના કારણે 2 બાઇક અને 7 સાયકલનો ખુરદો બોલી જતાં નુકસાન થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 9:49 AM

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો થવાનો નામ નથી લઇ રહ્યો. આખરે આ રખડતી રંઝાડથી ક્યારે મુક્તિ મળશે તે અંગે સવાલ થઇ રહ્યો છે. ત્યારે વધુ એક જગ્યાનો આખલા યુદ્ધનો વીડિયો સામે આવ્યો છે. મોરબીમાં જ્ઞાનપથ શાળાની બહાર આખલા યુદ્ધ જામ્યુ હતુ. આખલા યુદ્ધના કારણે શાળા બહાર પાર્કિંગમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતુ. આખલા યુદ્ધના કારણે 2 બાઇક અને 7 સાયકલનો ખુરદો બોલી જતાં નુકસાન થયું છે.

આ પણ વાંચો-Tender Today : અંજારને નવી ઓળખ આપવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો શું કરવાનું રહેશે કામ

મોરબીમાં વિદ્યાર્થીઓ શાળામાં હતા તે સમયે આખલા યુદ્ધ થયુ હતુ. જો કે સદનસિબે કોઇ મોટી દુર્ઘટના થતા અટકી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શાળાના પાર્કિંગ વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યુ હતુ. જાહેર રસ્તા પર જ આખલા એવા બાખડ્યા હતા કે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આખલાઓએ પાર્કિંગમાં મુકેલા વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. જેના કારણે રખડતી રંજાડો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">