Vadodara Video : ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા, પતિની ધરપકડ, પત્ની ફરાર
વડોદરાના ગોત્રીમાં બિલ્ડરે 160થી વધોરે લોકોને છેતર્યા હોવાની ઘટના છે. રોકાણકારોને બિલ્ડર દંપતી ભીખુ કોરિયા અને શિલ્પા કોરિયા છેલ્લાં 5 વર્ષથી મકાન કે દુકાનનું પઝેશન આપી રહ્યાં નથી. 100થી વધુ લોકોનું ટોળુ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ધુસી ગયુ છે.
વડોદરામાં ફરી એક વાર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના ગોત્રીમાં બિલ્ડરે 160થી વધોરે લોકોને છેતર્યા હોવાની ઘટના છે. રોકાણકારોને બિલ્ડર દંપતી ભીખુ કોરિયા અને શિલ્પા કોરિયા છેલ્લાં 5 વર્ષથી મકાન કે દુકાનનું પઝેશન આપી રહ્યાં નથી. 100થી વધુ લોકોનું ટોળુ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયુ હતુ. ટોળાએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસ પર બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ ન નોંધવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ગોત્રીમાં આવેલા કિશન એમ્બ્રોસિયા સ્કીમના બિલ્ડર દંપતીનું આ કારસ્તાન કર્યુ છે. લોકોએ જીવનભરની કમાયેલી મૂડી ઘર અને દુકાનમાં રોકી, બિલ્ડરે રોવડાવ્યા છે.
એક મહિલા પોલીસ સ્ટેશનમાં જ રજૂઆત કરતાં સમયે બેભાન થયા હોવાથી તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર આપવામાં આવી હતી.લોકોના દબાણ બાદ ગોત્રી પોલીસે બિલ્ડર દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બિલ્ડર ભીખુ કિશન કોરિયાની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે પત્ની શિલ્પા કોરિયા ફરાર છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો