ઈડરમાં શ્વાને ભરેલ બચકાને કારણે ભેંસનુ હડકવાથી મોત થતા, દૂઘ પિનારાઓએ હડકવા વિરોધી રસી લેવા કરી પડાપડી

| Edited By: | Updated on: Mar 05, 2026 | 4:51 PM

ઈડરના લાલોડા ગામના લોકો કે જેઓ હડકવાને કારણે મરણ પામેલ ભેંસનું દૂધ પીતા હતા તે બધા સિવિલ હોસ્પિટલ પહોચ્યાં હતા. આ તમામે તમામ લોકોએ સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી લીધી હતી. જો કે, હડકવા વિરોધી રસી લેવા છતા તેમને ડર છે કે, હડકવાની કોઈ અસર તેમનામાં ભવિષ્યમાં પણ જોવા ના મળે.

સાબરકાંઠાના ઈડર તાલુકાના લાલોડા ગામમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ગામમા રખડતુ કુતરુ હડકાયું થયું હતું. આ હડકાયું થયેલ શ્વાને લોકોને તો ઠીક પરંતુ ભેંસ જેવા દૂઘાળા પશુને પણ બચકા ભર્યાં હતા. ભેંસને કરડ્યા બાદ, ભેસને પણ હડકવા ઉપડ્યો હતો. ભેંસની સારવાર કરાવવા છતા ભેંસ હડકવાને કારણે મરી ગઈ હતી. ભેંસ મરી જતા તેનુ દૂધ પિનારાઓમાં ચિંતા પેઠી હતી. હડકાઈ ભેંસનું દૂધ પિનારા કે દૂઘનો વપરાશ કરનારા સૌ હડકવા વિરોધી રસી લેવા પડાપડી કરી મૂકી હતી.

ઈડરના લાલોડા ગામના લોકો કે જેઓ હડકવાને કારણે મરણ પામેલ ભેંસનું દૂધ પીતા હતા તે બધા સિવિલ હોસ્પિટલ પહોચ્યાં હતા. આ તમામે તમામ લોકોએ સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી લીધી હતી. જો કે, હડકવા વિરોધી રસી લેવા છતા તેમને ડર છે કે, હડકવાની કોઈ અસર તેમનામાં ભવિષ્યમાં પણ જોવા ના મળે.

RSS સરસંઘચાલક મોહન ભાગવતે વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, કહ્યું ધર્મ બધાને જોડીને સાથે ચાલે છે