ભાવનગરથી સોમનાથને જોડતો બુધેલ રિંગ રોડ બન્યો બિસ્માર, મસમોટા ખાડા, ઠેર ઠેર ખાબોચિયાથી વાહનચાલકો ત્રસ્ત- Video

|

Jul 30, 2024 | 5:25 PM

ભાવનગરથી સોમનાથને જોડતો બુધેલ રિંગ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા અને ખાબોચિયા ભરાયેલા છે. પાણી ભરાયેલુ હોવાથી વાહનચાલકોને ખબર પણ નથી રહેતી કે ખાડો છે કે રોડ છે. જેના વાહનો સ્લીપ થવાનો પણ ભય રહે છે. આટલી હદે બિસ્માર રોડ હોવા છતા તંત્ર દ્વારા તેના સમારકામની કોઈ કામગીરી કરાઈ રહી નથી.

ચોમાસુ આવતા જ ભાવનગરના અનેક રસ્તા બિસ્માર થયાના અહેવાલો સામે આવી ચૂક્યા છે… ત્યારે, ફરી એક બિસ્માર રસ્તાની વાત કરીએ તો, ભાવનગરથી સોમનાથને જોડતો બુધેલ રિંગ રોડ સાવ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ખાબોચિયામાં ભરાયેલા વરસાદી પાણી ઉપરાંત, આ રસ્તા પર આવેલો પુલ પણ જર્જરિત થઇ ગયો છે. આ પુલ પર મસમોટા ખાડા પડી ચૂક્યા છે. આ મુખ્ય રસ્તો હોવાથી ટ્રક-બસ, કાર અને ટુવ્હીલર સહિત હજારો વાહનો અહીંથી પસાર થાય છે.

અનેક ટ્રક પણ આ પુલ પરથી નીચે 40 ફૂટ નીચે ખાબકી ગયા છે. આ રસ્તો પહોળો નહીં હોવાથી વારંવાર અકસ્માત પણ સર્જાયા છે. છતાં, તંત્ર દ્વારા હજી પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી. અહીંથી, પસાર થતી બસો પણ પુલ નીચે ખાબકે તેવી ભીતિ સર્જાઇ છે. રાતના સમયે પણ વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. પરંતુ, લાગે છે, કે તંત્ર ફરી કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે.

આ રસ્તાની કામગીરી મુદ્દે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સવાલ પૂછાયો. તો, તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીની જવાબદારી હોવાનું કહીને ખો આપી દીધો. જર્જરિત રસ્તાના મુદ્દે તંત્રને સવાલ પૂછાતા, એવી પણ વાત સામે આવી કે આ રસ્તા પરથી પાણી પુરવઠાની એક લાઇન પસાર થવાની છે. જેના માટેનું ટેન્ડર પાસ થઇ ગયું છે. પાણીની લાઇન નાંખ્યા પછી જ રસ્તાની કામગીરી થઇ શકશે. આમ તો, સ્ટેટ હાઇવે ઓથોરિટીની જવાબદારી છે, કે રસ્તાનું તાત્કાલિક સમારકામ કરે. પરંતુ, એક બીજાને ખો અ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 5:24 pm, Tue, 30 July 24

Next Video