Gandhinagar : BSF કેમ્પમાં ગરબાનું ભવ્ય આયોજન, જવાનોએ પરિવાર સાથે ગરબાની રમઝટ બોલાવી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 03, 2025 | 2:31 PM

નવરાત્રીમાં આખો દેશ માતાજીની ભક્તિમાં રંગાઈ ગયો હતો. ત્યારે દેશના જવાનો માટે ખાસ ગાંધીનગરમાં BSFના હેડ ક્વાટરમાં ગરબાનું આયોજન કરાયું હતું.

નવરાત્રીમાં આખો દેશ માતાજીની ભક્તિમાં રંગાઈ ગયો હતો. ત્યારે દેશના જવાનો માટે ખાસ ગાંધીનગરમાં BSFના હેડ ક્વાટરમાં ગરબાનું આયોજન કરાયું હતું. બીએસએફના જવાનો પોતાના પરિવાર સાથે નવરાત્રીના અલગ અલગ કાર્યક્રમોનો લાભ મેળવી શકતા નથી માટે તેમના જ હેડ ક્વાર્ટર્સમાં ઇન્ડો લાયન ફાઉન્ડેશન દ્વારા ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

 

ગરબામાં 501 દીવાની આરતી કરાઈ

ગાંધીનગર ખાતે આવેલા બીએસએફ કેમ્પમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકાર ભાવિની જાનીએ હાજરી આપી હતી. ગરબામાં 501 દીવાની આરતી કરવામાં આવી હતી. આ આખું આયોજન રિતેશ વ્યાસ અને તેમની ટીમ દ્વારા ખાસ BSFના જવાનો અને તેમના પરિવાર માટે કરવામાં આવ્યું હતું. આ ગરબાના કાર્યક્રમમાં બીએસએફના જવાનોએ તેમના પરિવાર સાથે મન મૂકીને ગરબા કર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો